➡️ 13 એપ્રિલ 1919, 101 વર્ષ પહેલાં અંગ્રેજ સરકારે અમૃતસરમાં બૈસાખી મેળામાં હજારો નિ:શસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવડાવી હતી. તેમાં 1 હજારથી વધુ ભારતીયો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર આ ઘટનાને એક મહિના સુધી દુનિયાથી છુપાવતી રહી. ત્યાર બાદ પહેલી વાર બોમ્બે ક્રોનિકલના એડિટર બી. જી. હર્નિમેને ઘટનાના સમાચાર અને તસવીર બ્રિટનના ‘ધ ડેઇલી હેરલ્ડ’ને આપ્યા ત્યારે દુનિયાને આ સત્ય વિશે ખબર પડી. તેનાથી નારાજ બ્રિટિશ સરકારે હર્નિમેનને 2 વર્ષ તથા તેમને સમાચાર આપનારા સાક્ષી ગોવર્ધન દાસને 3 વર્ષની કેદની સજા કરી હતી.


👉  ત્યારે અમેરિકા અને બ્રિટનનાં અખબારોમાં નરસંહારને રમખાણોમાં ખપાવાયો હતો


➡️ ધ ઇવનિંગ મિસૂરિયન, 15 એપ્રિલ 1919 ભારતમાં ખતરનાક રમખાણો- લંડન: આજે વાઇસરોયને મળેલા સત્તાવાર પત્રમાં ભારતમાં શુક્રવાર અને શનિવારે ખતરનાક રમખાણોની માહિતી છે. આ ગરબડ ઘણા આંદોલનકારીઓના કડક વલણના કારણે થઇ. અમૃતસરમાં 2 બેન્ક, 1 ટાઉન હૉલ અને એક ગોડાઉનમાં આગ ચાંપી દેવાઇ, જેમાં 5 યુરોપિયન માર્યા ગયા છે. સૈન્યએ ભીડ પર ફાયરિંગ કર્યું, જેમાં 9 લોકો માર્યા ગયા.


➡️ ધ વોશિંગ્ટન ટાઇમ્સ, 17 એપ્રિલ, 1919 ભારતમાં ફરી કાયદો બહાલ- લંડન: શિમલાથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના જણાવ્યાનુસાર ક્રાંતિકારી અડચણ બાદ લાહોર, અમૃતસર અને અમદાવાદમાં આજે ફરી કાયદો-વ્યવસ્થા બહાલ થયા. 25 મે 1919 ના રોજ વોશિંગ્ટન હેરાલ્ડે પણ ઘટનાને તોફાનો ગણાવ્યાં. અખબારે લખ્યું- આયરલેન્ડ, ભારત અને ઇજિપ્ત સિંહ (બ્રિટન)ના પંજામાં ખૂંચેલા કાંટા જેવા છે.


➡️ ન્યુયોર્ક ટ્રિબ્યુન, 18 એપ્રિલ 1919 તોફાન: જહાજ કામે લગાડાયાં- શિમલા: પંજાબમાં ચાલી રહેલાં રમખાણો રોકવા આજે હવાઇ જહાજોનો ઉપયોગ કરાયો. ટોળાએ પેસેન્જર ટ્રેન પર હુમલો કરી દીધો અને ગુજરાંવાલામાં રેલવેના પાટા ઉખાડી દીધા. લાહોરથી હવાઇ જહાજ મોકલાયું અને ટોળા પર બોમ્બ ફેંકાયા. મશીનગનથી પણ ફાયરિંગ કરાયું. તેના કારણે દિલ્હી-લાહોરમાં તંગદિલી છે.


➡️ બિસબી ડેઇલી રિવ્યૂ, 19 એપ્રિલ 1919 તોફાનોમાં 100 લોકોનાં મોત: લંડન- ધ ઇન્ડિયા ઓફિસથી તંગદિલી અંગે સમાચાર આવ્યા છે કે એક જનસમૂહે જનસભાની મનાઇ છતાં સભા કરી. ત્યાર બાદ થયેલા ગોળીબારમાં 100થી વધુ લોકો માર્યા ગયા. સંખ્યાબંધ ઘવાયા. 13 એપ્રિલે પંજાબમાં ખજાના પર હુમલો થયો અને તેમાં એક બ્રિટિશ સૈનિક માર્યો ગયો. દિલ્હીમાં મુસ્લિમોનું ટોળું દુકાન ખોલવા માટે હસ્તક્ષેપ કરી રહ્યું હતું.


👉વહર્નિમેને પુસ્તક લખીને સત્ય જણાવ્યું, 6 અઠવાડિયા સુધી લોકોને નિર્વસ્ત્ર કરીને પીટતી રહી બ્રિટિશ સરકાર


➡️ મૂળ આયરલેન્ડના જર્નાલિસ્ટ બેન્જામિન ગાય હર્નિમેને આ ઘટના અંગે સમાચારો તો લખ્યા જ. તે ઉપરાંત જેલમાં રહીને 1920માં ‘અમૃતસર એન્ડ અવર ડ્યુટી ટુ ઇન્ડિયા’ નામે એક પુસ્તક પણ લખ્યું. તેમાં તેમણે જનરલ ડાયરને અત્યાચારી ગણાવ્યો. તેમણે નરસંહારની તુલના કોંગો અત્યાચાર, ફ્રાન્સ અને બેલ્જિયમમાં જર્મની દ્વારા કરાયેલા નરસંહાર સાથે કરી તેને બ્રિટિશ શાસન પરનું એક અમિટ કલંક કહ્યું હતું.


👉 તેમણે લખ્યું- ‘ઇંગ્લેન્ડના લોકોને કદાચ જ એ વાતનો વિશ્વાસ અપાવી શકાશે કે તેમના એક જનરલે નિ:શસ્ત્ર લોકો પર ચેતવણી આપ્યા વિના ગોળીઓ ચલાવડાવી. તે લોકોને ત્યાં સુધી મરતા જોતો રહ્યો કે જ્યાં સુધી તેના સૈનિકોની બધી જ ગોળીઓ ખાલી ન થઇ. અધમૂઆ પડેલા લોકોને તેમના હાલ પર છોડી દેવાયા.’ અન્ય એક રિપોર્ટમાં તેમણે લખ્યું- આ નરસંહાર તે જ દિવસે ખતમ ન થયો. 6 અઠવાડિયા સુધી માર્શલ લૉ લાગુ રહ્યો.


➡️ ગુજરાંવાલામાં લોકો પર બોમ્બ ફેંકાયા અને ગોળીઓ ચલાવાઇ. લોકોનાં કપડાં કાઢીને ઘૂંટણ પર બેસાડીને માર મરાયો. તેમણે બ્રિટનના લોકોને પોતાની જવાબદારી અને કર્તવ્યની યાદ અપાવતાં લખ્યું- હન્ટર કમિટીના રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તે પછી બ્રિટિશ સરકાર કોઇ કાર્યવાહી કર્યા વિના દુનિયામાં પોતાની આબરૂ બચાવી શકશે નહીં.


➡️ બ્રિટનના 3 પીએમ અને મહારાણીએ ઘટનાનો ઉલ્લેખ કર્યો પણ માફી નથી માગી


👉 1920: પીએમ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે તે ભયાવહ અને રાક્ષસી ઘટના હતી. આવો બીજો કોઇ દાખલો નથી.


👉 1997: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ કહ્યું, આ ભારત સાથે અમારા અતીતનું એક દર્દનાક ઉદાહરણ છે.


👉 2013: પીએમ કેમરુને જલિયાંવાલા સ્મારકના વિઝિટર્સ રજિસ્ટરમાં લખ્યું- આ નરસંહાર આપણે ક્યારેય ન ભૂલવો જોઇએ.


👉 2019: પીએમ થેરેસા મેએ કહ્યું- આ ઘટના બ્રિટિશ ઇતિહાસ પર કલંક છે. મને ઘટનાનું અને તેનાથી સર્જાયેલા કષ્ટોનું ભારે દુ:ખ છે.



*આજે જલિયાંવાલા નરસંહારના 101 વર્ષ પુરા* 

અંગ્રેજોના આ ઈતિહાસ વિશે સૌ ટકા તમે અજાણ હશો!


૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ થયેલા જલિયાંવાલા બાગ નરસંહારને આજે ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ ભીષણ નરસંહાર થયે એક સદીનો સમય થયો છે છતાં આજે પણ લોકોના મનમાં તેનો ખોફ યથાવત્ છે. આજે જલિયાંવાલા બાગનું નામ લેતા કંપારી વછૂટી જાય છે.


નિર્દોષ હિંદુસ્તાનીઓએ એવો તો કયો અપરાધ કર્યો હતો કે અંગ્રેજી હકૂમતે લાશનો ઢગ ખડકી દીધો હતો તે સવાલ આજે પણ ઘુમરાઈ રહ્યો છે. ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ કર્નલ રેજિનાલ્ડ ડાયરના હુકમથી જલિયાંવાલામાં પડેલી ૧,૦૦૦થી વધુ લાશો ભારત પરના બ્રિટિશ શાસનનું સૌથી વધુ કલંકિત અને શરમનાક પ્રકરણ છે. છતાં પાછલા ૧૦૦ વર્ષોમાં બ્રિટનના રાજવી પરિવાર, બ્રિટનની સંસદ કે સરકાર અથવા એના કોઈ વડા પ્રધાનને આજ સુધી ભારત અને ભારતવાસીઓની માફી માગવાનું નથી સૂઝયું.

સુજ્ઞા બ્રિટિશરો માત્ર ખેદ વ્યક્ત કરવાની પચારિક્તા પૂરી કરીને બેસી જાય છે. પંજાબના અમૃતસરના જગવિખ્યાત ગોલ્ડન ટેમ્પલ નજીક આવેલા જલિયાંવાલા બાગ આજે પણ અંગ્રેજી હકુમતની બર્બરતાની શાખ પૂરતો મોજૂદ છે. વાત એ સમયની છે કે જ્યારે હિંદુસ્તાનીઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની તન-મન-ધનથી સહાયતા કરી હતી અને બદલામાં અંગ્રેજ હકુમતે લોકોને સુખાકારીનો વાયદો કર્યો હતો. પરંતુ સુખાકારીનો બાજુએ રહી ઊલટાનું લોકોને અંગ્રેજ અત્યાચારનો ભોગ બનવું પડયું અને તેમની દમનકારી નીતિઓને સાંખીને ગોળીઓ ખાવાનો વારો આવ્યો.

 

*બાગની દીવાલો પર આજે પણ ગોળીઓના નિશાન* 


ગોળીબાર થતા તમામ લોકો મુખ્ય દરવાજા પર ભાગ્યા પરંતુ ગોળીઓ આગળ તેઓ ટકી ન શક્યા કેટલાક લોકોએ દીવાલો કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ અસફળ રહ્યાં.જીવ બચાવવા કેટલાક લોકો જલિયાંવાલા બાગની અંદર રહેલા કૂવામાં કૂદી પડયા પરંતુ કૂવો ખૂબ ઊંડો હોવાથી તેમાં પડેલા તમામ લોકો ડૂબી ગયા લગભગ ૧૦ મિનિટ સુધી મોતનું તાંડવ ચાલતુ રહ્યું..


આ હત્યાકાડમાં લગભગ *૧૬૫૦* રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી અને જ્યાં સુધી ગોળીઓ પૂરી ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રાખવામાં આવ્યો.જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં લગભગ ૧૦૦૦ નિર્દોષ અને હથિયાર વગરના લોકો મોતનો ભોગ બન્યાં. સાચો આંકડો તેનાથી ઘણો વધારે હતો.


🍇🍼🐈 *બૈશાખી તહેવારના દિવસે ગોળીઓનો વરસાદ* 🍇🍼🐈


૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ બૈશાખીનો દિવસ હતો, તે સમયે અમૃતસર શહેરમાં લોકો બૈશાખીનો તહેવારમાં ગળાડૂબ હતા,જોરજોરથી આ તહેવાર મનાવાઈ રહ્યો હતો બૈશાખીના મેળામાં આવેલા લોકો જલિયાંવાલા બાગમાં ડેરાતંબુ તાણ્યા હતા.આ જ દિવસે જનરલ ડાયરે અમૃતસરમા કોઈ પણ પ્રકારના તહેવાર કે જમાવડો કે મિટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.


તેમ છતાં પણ સાંજના લગભગ ૪.૩૦ કલાકે જલિયાંવાલા બાગમાં ૧૦,૦૦૦ લોકોનો જમાવડો થયો હતો જેમાં બાળકો,વૃદ્ધો અને મહિલાઓ તથા જવાનો સામેલ હતા.સભામાં *રોલેટ એક્ટ (કાળો કાયદો)* ને પાછા ખેંચવાના ભાષણો થયો અને ૧૦ એપ્રિલની ગોળીબારની ઘટનાની આકરી ટીકા કરવામાં આવી સાથે ધરપકડ થયેલા *ડો.સત્યપાલ* અને *કિચલૂ* ના છુટકારાના માગ કરવામાં આવી.


બરાબર આ ટાણે જનરલ ડાયર તેની સેના સાથે આવી પહોંચ્યો અને જલિયાંવાલા બાગમાંથી બહાર નીકળવાનો એકમાત્ર જે રસ્તો હતો તેને ઘેરી લીધો હતો. જલિયાંવાલા બાગની ચારેબાજુ મોટી મોટી દીવાલો હતી. આ એકમાત્ર રસ્તામાંથી બહાર જઈ શકાય તેવું હતું.આ દરવાજા પર ડાયરની સેનાના જવાનો બંધૂકો તાણીને ગોઠવાઈ ગયા હતા.અને જનરલ ડાયરે બધાને ગોળીઓથી ઉડાવી મૂકવાનો આદેશ આપ્યો હતો. જવાનોએ ડાયરના આદેશનું પાલન કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. અને આંખના પલકારામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો.


🍇🍼🐈 *જલિયાંવાલા બાગ હત્યાકાંડ ઊડતી નજરે* 🍇🍼🐈


(૧) ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના દિવસે જલિયાંવાલા બાગમાં ૧૬૫૦  રાઉન્ડ ફાયર થયા.

(૨) ૧,૦૦૦ કરતા પણ વધારે લોકો માર્યા ગયા

(૩) સરકારી આંકડાઓમાં ૩૭૯ લોકોનાં મૃત્યુની વાત કહેવામાં આવી. (૪) શહીદ ભગતસિંહ જલિયાંવાલા બાગની લાલ માટી બાટલીમાં ભરીને લઈ આવ્યાં હતા અને દેશને આઝાદ કરવાની પ્રતિજ્ઞા લીધી 

(૫) ભગતસિંહ નિશાળેથી છૂટીને ૧૨ કિલોમીટર ચાલીને જલિયાંવાલા બાગ  પહોંચ્યાં અને ત્યાં જોઈને તેમને ભારે આઘાત લાગ્યો  

(૫) જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નોબેલ પુરસ્કાર પાછો આપી દીધો હતો. 

(૬) જલિયાંવાલા બાગ નરસંહાર બાદ ગાંધીજીએ અસહકારનું આંદોલન ઉગ્ર બનાવ્યું


🍇🍼🐈 *જલિયાવાલા પીડિત પરિવારોની વ્યથા* 🍇🍼🐈


હત્યાકાંડમાં કેટલા લોકો મર્યા?


જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં અમૃતસર ડેપ્યુટી કમિશનર કાર્યાલયના જણાવ્યાનુસાર *૪૮૪* શહીદોની યાદી છે તો જલિયાંવાલા બાગમાં કુલ ૩૮૮ શહીદોની યાદી છે.અંગ્રેજ સરકારના જણાવ્યાનુસાર જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં ૨૦૦ લોકો ઘાયલ થયા હતા તો ૩૭૯ લોકો શહીદ થયા હતા જેમાં ૩૩૭ પુરુષ, ૪૧ સગીરો સામેલ હતા. *(#સરકારી આંકડા)*


 *જનરલ ડાયર કોણ હતો ?* 


જલિયાંવાલા બાગ હત્યાકાંડનુ નામ આવે એટલે જનરલ ડાયરનું પણ નામ આવે. ૧,૦૦૦ નિર્દોષનો હત્યાર


ો જનરલ ડાયર કાળા કાયદા રોલેટનો પ્રખર હિમાયતી હતો.જનરલ ડાયર અંગ્રેજ સરકારમાં લેફ.જનરલનો હોદ્દો ધરાવતો હતો અને તે અતિ ક્રૂર હતો. અંગ્રેજ સરકારે આંદોલનકારીઓનું કેન્દ્ર બનેલા અમૃતસર શહેરનો કબજો જનરલ ડાયરને સોંપ્યો હતો. જનરલ ડાયરે ૧,૦૦૦ નિર્દોષનો ભોગ લીધો હોવા છતાં પણ તેના પેટનું પાણી પણ હલ્યું નહોતું.


લાશોના ઢગલા પરથી દાદાની લાશ મળી : નિવૃત્ત હેડમાસ્ટર સતપાલ શર્મા


જલિયાંવાલા બાગ હત્યાકાંડને ૧૦૧ વર્ષ પુરા થયા છે. હત્યાકાંડમાં મોતનો ભોગ બનેલા પરિવારજનોના મનમાં આજે પણ પ્રિયજનોની યાદ સચવાયેલી છે.નિવૃત્ત હેડમાસ્ટર સતપાલ શર્મા જણાવે છે કે મારા દાદા અમીન ચંદ જે ત્યારે ૪૫ વર્ષના હતા કાળો કોટ અને સફેદ પાયજામો પહેરીને જલિયાંવાલા બાગ ગયા હતા. અને તેમને ગોળી વાગી હતી.બીજા દિવસે સવારે લાશોના ઢગલા પરથી તેમની લાશ મળી આવી હતી.


🍇🍼🐈 *બ્રિટને ખેદ વ્યક્ત કર્યો પણ માફી 😏ન માગી* 🍇🍼🐈


બ્રિટને બે વાર જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર ખેદ વ્યક્ત કર્યો પણ હજુ સુધી આ હત્યાકાંડ પર માફીનો એક હરફ પણ ઉચ્ચાર્યો નથી.  મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પણ ૧૯૯૭માં જલિયાંવાલા બાગ જતાં પહેલાં કહ્યું હતું કે ભારત સાથે અમારા વીતેલા ઇતિહાસનું આ દુઃખદ ઉદાહરણ છે.’ .

૨૦૧૩માં ભારતયાત્રાએ આવેલા બ્રિટિશ પીએમ ડેવિડ કેમરૂને પણ આવી જ પચરિક્તા પૂરી કરી હતી. ફેબ્રુઆરીમાં પંજાબની અમરિન્દરસિંહ સરકારે વિધાનસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને જલિયાંવાલા નરસંહાર બદલ બ્રિટિશ સરકાર માફી માગે એવી માગણી કરી હતી.


🍇🍼🐈 *જલિયાંવાલા બાગ હત્યાકાંડની શહીદ ભગતસિંહ પર અસર* 🍇🍼🐈


ભગતસિંહ એક ક્રાંતિકારી પરિવારનું ફરજંદ હતા તેથી તેમનું રૂવાડું રૂવાંડુ દેશભક્તિની ભાવનાથી રંગાયેલું હતું. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બીજા દિવસે જ્યારે ભગતસિંહ નિશાળ છુટયા બાદ ઘેર આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમને આ જધન્ય હત્યાકાંડના સમાચાર મળ્યાં. ભગતસિંહ ત્યાંથી ૧૨ કિલોમીટર ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યાં અને ત્યાં જોઈને તેમને ભારે આઘાત લાગ્યો અને તેમની દેશભાવના વધી.યુવાન વયે પહોંચતાની સાથે જ તેમણે લાહોર નેશનલ કોલેજનો અભ્યાસ છોડીને તેમણે અભ્યાસ છોડી દીધો અને નૌજવાન ભારત સભાની સ્થાપના કરી.ધીમે ધીમે દેશની કથળતી હાલતે તેમનામાં ક્રાંતિની ભાવના જન્માની અને ચંદ્રશેખર આઝાદ જેવા વીરોની સાથે જોડાઈને તેમણે જીવનું બલિદાન આપવા સુધી સંઘર્ષ કર્યો.


શહીદ ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો


ઉધમસિંહ આ હત્યાંકાંડના સાક્ષી બન્યા છે.ઉધમ સિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડના ગુનેગાર જનરલ ડાયરને મારી નાખવાનું કાવતરૂ ઘડયું હતું.જ્યારે આ હત્યાકાંડ થયો ત્યારે ઉધમસિંહ પણ ત્યાં હાજર હતા.તેમને ગોળી લાગતા ઘાયલ થયા હતા.જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ ક્રાંતિવારી ઉધમ સિંહ ખળભળી ઉઠયાં હતા અને તેમને મનોમન જલિયાંવાલા બાગ હત્યાકાંડના બદલો લેવાનું નક્કી કરી લીધું. *૧૩ માર્ચ ૧૯૪૦* ના રોજ લંડનના કૈક્સટન હોલમાં ઉધમસિંહે જનરલ ડાયરને ગોળીઓથી ઉડાવી મૂક્યો હતો.જોકે પાછળથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને *૩૧ જુલાઈ ૧૯૪૦* ના રોજ ઉધમસિંહને ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવ્યાં હતા.


🍇🍼🐈 *જલિયાંવાલા બાગ હત્યાકાંડનું કારણ* 🍇🍼🐈


ગદર આંદોલનની અસર- ગદર પાર્ટીની સ્થાપના ૨૧ એપ્રિલ ૧૯૧૩ ના રોજ અમેરિકાના સાનફ્રાન્સિકોમાં થઈ હતી. આ પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ ભારતમાંથી અંગ્રેજી હકૂમતના મૂળિયા ઉખેડી નાખવાનો હતો. ગદર પાર્ટીએ ૨૧ ફેબ્રુઆરી ૧૯૧૫ ના રોજ અંગ્રેજો વિરુદ્ધ એક યોજના બનાવી હતી પરંતુ અંગ્રેજોને આ વાતની ગંધ આવી ગઈ હતી અને તમામ ને તાઓ અને આંદોલનકારીઓને પકડીને પૂરી દેવામાં આવ્યાં હતા જેમાં ૪૨ આંદોલનકારીઓને ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવ્યાં હતા તથા બાકીનાઓને જેલની કાળી કોટડીમાં ધકેલી આવ્યાં હતા. આ ઘટનાએ લોકોમાં અંગ્રેજોની સામે બળતામાં ઘી હોમ્યું અને જોતજોતામાં આ આગ આખા દેશમાં ફરી વળી હતી અને દેશમાં અંગ્રેજી વિરુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું.


અંગ્રેજો દ્વારા ભારતીય જવાનોની સેનામાં જબરજસ્તીથી ભરતી કરવી

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં આસમાન આંબતો વધારો કરી નાખ્યો.

રોલેટ એક્ટ ઘડવામાં આવ્યો આ એક્ટ હેઠળ પોલીસને વોરન્ટ વગર કોઈ પણ નાગરિકને ધરપકડ કરવાનો અથવા નજરકેદ કરવાનો તથા તેની તલાશી લેવામાં પૂરો અધિકાર આપવામાં આવ્યો હતો.

અંગ્રેજોએ લોકોના હાથ બુઠ્ઠા કરી નાખ્યા હતા તેઓ ક્યાંય પણ અવાજ ઉઠાવી શકે તેવી હાલતમાં મૂકી દેવામાં આવ્યાં હતા.

*૬ ફેબ્રુઆરી ૧૯૧૯* ના રોજ રોલેટ એક્ટ પર બે બીલો અંગ્રેજ કાઉન્સિલમાં પાસ કરવા માટે રજૂ કરવામાં આવ્યાં હતા.૨૪ ફેબ્રુઆરીએ ગાંધીજીએ એવી જાહેરાત કરી જો આ બિલ પાસ થયા તો દેશમા સત્યાગ્રહ થશે.૩૦ માર્ચ ૧૯૧૯ ના રોજ રોલેટ બિલના વિરોધ માં દેશવ્યાપી યોજના બનાવવામાં આવી અને તેની તારીખ વધારીને ૬ એપ્રિલ કરી દેવામાં આવી હતી.


🍇🍼🐈 *ગાંધીજીની ધરપકડ* 🍇🍼🐈


૯ એપ્રિલ રામનવમીના દિવસે હિંદુ,મુસલમાનોએ સરઘસ કાઢયું હતું. ગાંધીજી પણ પંજાબ આવવા માગતા હતા પરંતુ


પલવલ સ્ટેશનને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને મુંબઈ પરત મોકલી દેવામાં આવ્યાં હતા.નેતાઓની ધરપકડ બાદ પંજાબમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.આ જોઈને અંગ્રેજો ફફડી ઊઠયા હતા અને અમૃતસર શહેરને લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યું હતું. લશ્કરનો મુખ્ય બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયર હતો.


 *જલિયાંવાલા બાગ હત્યાકાંડ પહેલા અંગ્રેજોનો અત્યાચાર* 


૧૧ એપ્રિલના રોજ અમૃતસરના લોકોએ હડતાલ પાડીને સરઘસ કાઢયું. ૧૨ એપ્રિલે લશ્કરે અમૃતસર શહેરને ચારે બાજુએથી ઘેરી લીધું હતું.બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયરે વિમાન દ્વારા અમૃતસરનું હવાઈ નિરિક્ષણ કર્યું અને દરેક ગલીમાં લશ્કરની ફ્લેગમાર્ચ કરાવી જેથી જનતામાં ભય ફેલાય અને તેઓ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકે.૧૨ એપ્રિલે હડતાલમાં સામેલ મુખ્ય નેતાઓની ધરપકડ કરીને તેમને રામબાગ લઈ જવામાં આવ્યાં હતા અને ત્યાં તેમને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યાં હતા અને ગોરખા સેનાની તેમની પર ચોકી મૂકી દેવામાં આવી હતી.પાછળથી આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફિદ્દીન કિચલુની ધરપકડ કરીને તેમને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. ૧૦ એપ્રિલ ૧૯૧૯ ના રોજ અમૃતસરના ઉપ કમિશનરના ઘર આગળ લોકોએ નારેબાજી શરૂ કરી દીધી હતી. આ વિદ્રોહનો માહોલ જોઈને અંગ્રેજોએ હડતાલ કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાં૧૦ થી ૧૫ લોકોનું મૃત્યુ થયું હતું.


 *હત્યાકાંડ બાદ માર્શલ લો લાગુ પડયો*


આટલો મોટો જઘન્ય હત્યાકાંડ પછી પણ જનરલ ડાયરે દમનનો કોરડો વીંઝવાનું ચાલુ રાખ્યું,લોકોને અપમાનિત કરવાના નીતનવા હથકંડા અપનાવવા લાગ્યો.જલિયાંવાલા બાગ હત્યાકાંડ આચરનાર જનરલ ડાયરે તે પછી પણ લોકોને કનડવાનું ચાલુ રાખ્યું હતું.


 *હંટર તપાસ સમિતિની રચના* 

જનરલ ડાયરના આ કૃત્યને કારણે આખા પંજાબમાં વિદ્રોહની આગ ફાટી નીકળી અને તસુર ગુજરાવાલા અને લાહોર સુધી વિદ્રોહની જ્વાળા ફેલાઈ. આ બધુ જોઈને બ્રિટિશ સરકારે જલિયાંવાલા હત્યાકાંડના છ મહિના બાદ ઓક્ટોબર ૧૯૧૯ માં હંટર તપાસ સમિતિની રચના કરી હતી. હંટર તપાસ સમિતિને જલિયાંવાલા હત્યાકાંડની તપાસ સોંપાઈ હતી. હંટર તપાસ સમિતિએ જનરલ ડાયરને પૂછપરછ માટે બોલાવ્યો હતો તેમની વચ્ચે કેટલાક સવાલ જવાબો થયા.


*હંટર તપાસ સમિતિ,જનરલ ડાયર વચ્ચેના સવાલ-જવાબ* 🍇


હંટર તપાસ સમિતિ- તમે જ્યારે જલિયાંવાલા બાગ પહોંચ્યા ત્યારે તમે શું કર્યું ?

જનરલ ડાયર : મેં સિપાઈઓને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો


હંટર તપાસ સમિતિ- શું આ આદેશ તમે ત્યા જતા વેંત જ આપ્યો ?

જનરલ ડાયર : હા, ત્યાં પહોંચતા જ મેં ગોળી ચલાવવાનો આદેશ આપ્યો  ?


હંટર તપાસ સમિતિ- શું તમે ચેતવણી નહોતી આપી ?

જનરલ ડાયર : ના, કારણ કે અમારી સવારની જાહેરાત છતા લોકો જલિયાંવાલા બાગમાં એકઠા થયા હતા. લોકોને ભેગા થવાની મનાઈ હતી.


હંટર તપાસ સમિતિ- તો પછી ગોળી ચલાવવાનો શું મકસદ હતો ?


જનરલ ડાયર : મારો ઈરાદો ગોળીઓ ચલાવીને ભીડને વીખેરી નાખવાનો નહોતો, હું ઈચ્છતો હતો કે ગોળીબાર બાદ પંજાબના લોકોમાં એવો ડર ઘર કરી જાય કે તેઓ ફરી વાર આવું કરવાની હિંમત ન કરે.


જલિયાંવાલામાં પડેલી ૧,૦૦૦થી વધુ લાશો ભારત પરના બ્રિટિશ શાસનનું સૌથી વધુ કલંકિત, શરમનાક પ્રકરણ

હિંદુસ્તાનીઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની તન-મન-ધનથી સહાયતા કરી પણ બદલામાં 🙂મોત મળ્યું.