1) ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે                     ગણવામાં આવે છે ?

Ans: ઉકાઇ બંધ


2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Ans: હલ્લીસક


3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?

Ans: ગાંધી માય ફાધર


4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?


Ans: લેલાં


5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?

Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત


6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?

Ans: જયોતીન્દ્ર હ. દવે


7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?

Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા


8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?

Ans: તાતારખાન


9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

Ans: વલભી વિદ્યાપીઠ


10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?

Ans: ગુજરાત


11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?

 Ans: દ્વારકા


12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?

Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો


13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?

Ans: કવિ ભોજા ભગત


14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?

Ans: સરદાર સરોવર


15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?

Ans: નવોદય શાળાઓ


16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?

Ans: સાબરમતી નદી અને સરસ્વતી


17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?

Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ


18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?

Ans: પ્રીતી સેનગુપ્તા


19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?

Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ


20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો?

Ans: આશાવલ (હાલનું અમદાવાદ)


21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?

 Ans: જામ રણજીતસિંહ


22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?

Ans: ડાંગ


23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?

Ans: હિંદ સ્વરાજ


24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?

Ans: શૂન્ય


25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?

Ans: શરદ પૂર્ણિમા


26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?

Ans: ઉંઝા


27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?

Ans: બળવંતરાય ક. ઠાકોર


28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?

Ans: અંશુમાન ગાયકવાડ


29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?

Ans: ઓખા


30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા