👉 યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકા:
પ્રસ્તાવના/આમુખ, મૂળભૂત અધિકારો, ન્યાયિક સમીક્ષા, બંધારણની સર્વોચ્ચતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અને તેના પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ પદ, સુપ્રીમ અને ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોને દૂર કરવા કાયદો અને નાણાકીય કટોકટી, ન્યાયતંત્રની સ્વતંત્રતા.
👉 યુ.કે (યુનાઈટેડ કિંગડમ):
સંસદીય પ્રશાસનની વ્યવસ્થા, એકલ નાગરિકત્વ અને કાયદો બનાવવાની પ્રક્રિયા, કાયદાનું શાસન, કેબિનેટ સિસ્ટમ, પ્રાયોગિક લેખો, સંસદીય વિશેષાધિકારો,
દ્વિ-સદનાત્મક સંસદીય શાસન પ્રણાલી.
👉આયર્લેન્ડ:
રાજ્યનીતિના નિર્દેશક સિધ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ, સાહિત્ય, કલા, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પંસદગી પામેલા સભ્યો વિજ્ઞાન અને સમાજ સેવા ક્ષેત્રે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક વગેરે.
👉ઓસ્ટ્રેલિયા:
પ્રસ્તાવનાની ભાષા, વેપાર વાણિજ્ય ની સ્વતંત્રતા, સંયુક્ત યાદી /સમવર્તિ સૂચિની જોગવાઈ, કેન્દ્ર અને રાજ્ય અને સત્તાના વિભાજન વચ્ચેનો સંબંધ, વેપાર-વાણિજ્ય અને સંભોગની સ્વતંત્રતા, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક.
👉 જર્મની:
કટોકટીના અમલ દરમિયાન રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકાર સંબંધિત શક્તિઓ, કટોકટીના સમયે મૂળભૂત અધિકારનું નિલંબન.( Emergency and it's offection Fundamental Right )
👉કેનેડા:
બંધારણીય સુવિધાઓ, કેન્દ્રની સાથે અવશેષ સત્તા, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની સલાહ, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે શક્તિ નુ વિભાજન.
👉 દક્ષિણ આફ્રિકા:
બંધારણીય સુધારણા માટેની કાર્યવાહીની જોગવાઈ, રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી
👉 સોવિયત યુનિયન (રશિયા પૂર્વ):
પ્રસ્તાવનામાં મૂળભૂત ફરજો, મૂળભૂત ફરજો અને ન્યાયનું મોડેલ (સામાજિક, આર્થિક અને રાજકીય) ની જોગવાઈ.
👉 જાપાન:
કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા.
👉ફ્રાંસ:
સ્વતંત્રતા, સમાનતા, પ્રજાસત્તાક અને પ્રસ્તાવનામાં બંધુત્વના આદર્શો
✯━━━━━━━✧━━━━━━━✯
0 Comments