🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
🔹ગુજરાતી ભાષાના પ્રથમ પત્રકાર કોને ગણવામાં આવે છે ?
👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન
🔹ગુજરાતી ભાષાનું પ્રથમ હિન્દુ પંચાગ વિક્રમ સંવત 1871 ના વર્ષનું કેલેન્ડર કોણે પ્રકાશિત કર્યું હતું ?
👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન
🔹પંચતંત્રનો ગુજરાતીમાં સૌ પ્રથમ ' પંચોપાખ્યાન ' નામે અનુવાદ કોણે કર્યો હતો ?
👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન
🔹સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર ' બોમ્બે સમાચાર '( વર્તમાન મુંબઈ સમાચાર ) કયારે શરૂ થયું હતું ?
👉🏾જવાબ:- વર્ષ 1822 ,
🔹એશિયાનું સૌથી જૂનું અને હયાત સમાચારપત્ર કયું છે ?
👉🏾જવાબ:- ' બોમ્બે સમાચાર ' ( વર્તમાન મુંબઈ સમાચાર
🔸દાબેસ્તાન એ મજાહેબ ' નામના પર્સિયન ( ફારસી ) ભાષાના પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું હતું ?
👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન
🔸વિક્રમ સંવત 1948 નું ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક કોણ છે ?
👉🏾જવાબ:- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
🔸ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું ઉપનામ જણાવો .
👉🏾જવાબ:- શંકર
🔸દિલ્હી પર હલ્લો ' નવલકથા કોની છે ?
👉🏾જવાબ:- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
🔸ભિક્ષુ અખંડાનંદનું મૂળનામ શું હતું ?
👉🏾જવાબ:- લલ્લુભાઈ જગજીવનરામ ઠક્કર
🔸સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય'ની સ્થાપના કોણે કરી હતી ?
👉🏾જવાબ:- ભિક્ષુ અખંડાનંદ
🔸કયા પત્રકારને ' ગુર્જર સાહિત્યના ગૌરવમણિ ' માનવામાં આવે છે ?
👉🏾જવાબ:- ભિક્ષુ અખંડાનંદ
🔸ગુજરાતી સાપ્તાહિક ' ચિત્રલેખા ' ના સર્જક કોણ છે ?
👉🏾જવાબ:- વજુ કોટક
🔸વર્ષ 1981 માં સ્ટોકહોમ ( સ્વીડન ) ખાતે યોજાયેલી ' ઈન્ટરનેશનલ ક્રાઈમરાઈટર્સ કોન્ફરન્સ ' માં ભારતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે કોણે હાજરી આપી હતી ?
👉🏾જવાબ:- હરકિશન મહેતા
🔸સ્વીડનના પ્રવાસના સંસ્મરણો આલેખતું ' સ્વીડન સોનાનું પિંજર ' નામે પુસ્તક કોણે લખ્યું છે ?
👉🏾જવાબ:- હરકિશન મહેતા
0 Comments