🔰🔰બંધ‍ારણ અને જાહેર વહિવટ🔰🔰


 ⚖રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે?

✔️ગૃહ મંત્રાલય


⚖નીચે પેકી કઈ કેન્દ્રીય સંસ્થા બંધારણીય સંસ્થા છે ?

✔️નાણાપંચ


⚖કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ઘ્યાન આપવું જોઈએ ?

✔️કૌટિલ્ય


⚖જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે?

✔️7


⚖સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે?

✔️મામલતદારશ્રીને


⚖ગ્રામદાનનો વિચાર કોણે આપેલો?

✔️વિનોબા ભાવે


⚖બંધારણના 86મા સુધારા (2002)થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો

✔️શિક્ષણનો અધિકાર


⚖સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યએ લેવા જોઈતા પગલા માટે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે?

✔️અનુચ્છેદ-350


⚖પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે ?

✔️ભાગ-9


⚖રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ?

✔️રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે


⚖ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે?

✔️રાજ્યના રાજ્યપાલ


⚖રાજ્ય ચૂંટણી આયોગ નીચેનામાંથી કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી

✔️વિધાનસભા