૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે

➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.


2. મન હોય તો માળવે જવાય
➖ ઈચ્છા હોય તો બધું થાય.


3.દુકાળમાં અધિક માસ
➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.


4. ઝાઝા હાથ રળિયામણા
➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.


5. ઉતાવળે આંબા ન પાકે
➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.


6. ન બોલ્યામાં નવ ગુણ
➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.


7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત
➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.


8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ
 ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.


9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.


10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.


11. કૂવામાં હોય તો હવાડામાં આવે
➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.


12.ઘી ઢળ્યું તો ખીચડીમાં
➖પોતાને જ લાભ થવો.


13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે
➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.


14. રામ રાખે તેને કોણ ચાખે?
➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.


15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.


16.પારકી મા જ કાન વિંધે
➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.


17.બાંધી મુઠી લાખની કોઈ
➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.


18.ભાવતું હતું ને વૈધે કહ્યું
➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.


19. મુખમાં રામ અને બગલમાં છુરી
➖દેખાવે સારો પણ દિલમાં કપટી.


20. વાડ વિના વેલો ન ચડે
➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.


21. વખાણી ખીચડી દાંતે વળગે
➖  વખાણીએ તે જ ખરાબ નીવડે.


22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.


23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા
➖સારું નરસું સૌ સરખું


24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે
➖લોભ કરનાર છેતરાય છે.


25.હાથે તે સાથે
➖જાતે કરીએ તે જ પામીએ.


26.એક પંથ ને દો કાજ
➖એક કામ કરતા બે કામ થાય.


27.ઘેર ઘેર માટીના ચૂલા
➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.


28.મન ચંગા તો કથરોટમાં ગંગા
➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.


29.નહિ મામા કરતા કાણો મામો સારો
➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.


30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.


31.સાપ ગયા ને લિસોટા રહ્યા
➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.


32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ
➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.


33.ગામને મોઢે ગળણું ન દેવાય
➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.


34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા  જવાય?
➖આવેલી તકને ન ગુમાવાય.


35.ઘર ફૂટયે ઘર જાય
➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖