વન મહોત્સવ

ભારતમાં વાર્ષિક વૃક્ષારોપણ ની ચળવળ

વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.


ઉદ્દેશ

વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌપ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ જુલાઈ ૧૯૪૭માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃતચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિઓમાં પ્રદર્શનો, સેમિનાર, નાગરિકોને નિઃશુલ્ક છોડનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે.

આયોજકો વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી દેશના જંગલ વિસ્તારમાં વૃદ્ધિની આશા રાખે છે. જે વૈકલ્પિક બળતણ પ્રદાન કરશે, ખાદ્ય સંસાધનોનું ઉત્પાદન વધારશે, ઉત્પાદકતા વધારવા માટે ક્ષેત્રોની આજુબાજુ આશ્રય-પટ્ટો બનાવશે, પશુઓને ખોરાક અને છાંયડો પૂરો પાડશે, દુષ્કાળ ઘટાડશે અને જમીનના ધોવાણને રોકવામાં મદદ કરશે. જુલાઇનું પહેલું અઠવાડિયું એ ચોમાસાની સાથે સુસંગત હોવાને કારણે ભારતના મોટાભાગના ભાગોમાં વૃક્ષારોપણનો યોગ્ય સમય છે.

              📚👉 ગુજરાત ના વન 📚


​૧. પુનિત વન (2004)​

➖ગાંધીનગર

➖સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.


​૨. માંગલ્ય વન (2005)​

➖અંબાજી (બનાસકાંઠા)

➖ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.


​૩. તીર્થંકર વન (2006)​

➖તારંગા (મહેસાણા)

➖અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

-----------------------------------------------

​૪. હરિહર વન (2007)​

➖સોમનાથ (ગીર સોમનાથ)

➖પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.


​૫. ભક્તિ વન (2008)​

➖ચોટીલા (સુરેન્દ્રનગર)

➖ચામુંડા માતા ના મંદિર પાસે..


​૬. શ્યામળ વન (2009)​

➖શામળાજી (અરવલ્લી)

➖મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.


​૭. પાવક વન (2010)​

➖પાલીતાણા (ભાવનગર)

➖જૈનોના ધામમાં.


​૮. વિરાસત વન (2011)​

➖પાવાગઢ (પંચમહાલ)

➖મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.


​૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)​

➖માનગઢ હીલ ગઢડા (મહીસાગર)

➖આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.


​૧૦. નાગેશ વન (2013)​

➖દ્વારકા

➖ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.


​૧૧. શક્તિ વન (2014)​

➖કાગવડ (જેતપુર , રાજકોટ)

➖ખોડલધામ માં ​નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન​


​૧૨. જાનકી વન (2015)​

➖વાસંદા (નવસારી)

➖પુર્ણા નદી ની બાજુમાં ​રામાયણ થીમ પર બનેલું વન​


​૧૩. આમ્ર વન (2016)​

➖ધરમપુર (વલસાડ)


​૧૪. એકતા વન (2016)​

➖બારડોલી (સુરત)

➖સરદાર પટેલની યાદમાં


​૧૫. મહીસાગર વન (2016)​

➖વહેળાની ખાડી (આણંદ)


​૧૬. શહીદ વન (2016)​

➖ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)

➖ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.


​૧૭. વિરાંજલિ વન (2017)​

➖પાલદઢવાવ (સાબરકાંઠા)

➖વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....


18. રક્ષક વન ( kutch)- 2018(શૌર્યવન)

 માધાપર ( કચ્છ )

ગુજરાતનું સૌથી મોટું વન માધાપરની બહાદુર મહિલાઓને સમર્પિત છે . ( 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માધાપરની મહિલાઓએ સાહસ દાખવીને માધાપર એરપોર્ટના તૂટેલા રન - વેને બહુ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો ) .

19. જડેશ્વર વન  (2019)

➖ ( જિલ્લો ) : ઓઢવ ( અમદાવાદ )


20. રામ વન (2020)

➖(જિલ્લો ) : આજીડેમ ( રાજકોટ )


21.   મારુતિનંદન (2021 )

 ➖  ( જિલ્લો ) : કલગામ ( વલસાડ )