📚 આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?

જવાબ: ઈન્દુલાલ ગાંધી

📚 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે    પ્રકાશિત કર્યું?
જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

📚 ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ?
જવાબ: રણમલ્લ છંદ

📚ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે?
જવાબ: બેકાર

📚ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
જવાબ: મહિપતરામ નીલકંઠ

📚એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?
જવાબ: જ્ઞાની કવિ અખો

📚ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?
જવાબ: કવિ પ્રહલાદ પારેખ

📚ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?
જવાબ: હસતો ફિલસૂફ

📚ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?   
જવાબ: શહીદનું સ્વપ્ન

📚ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.
જવાબ: સાપના ભારા અને હવેલી

📚ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
જવાબ: વાસૂકી

📚ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ?
જવાબ: નટવરલાલ પંડયા

📚એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?
જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

📚એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?
 જવાબ: ત્રિભુવનદાસ ગજજર

📚ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?
જવાબ: કવિ દલપતરામ

📚કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી?
જવાબ: સાધના સાપ્તાહિક

📚કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

📚કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
જવાબ: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર

📚કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?
જવાબ: ૧૬મા સૈકા

📚કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?
જવાબ: આઠ

📚કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
 જવાબ: કવિ દયારામ

📚કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
 જવાબ: રવિશંકર રાવળ

📚કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?
 જવાબ: જયશંકર સુંદરી

📚કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
 જવાબ: બાપુસાહેબ ગાયકવાડ

📚કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? જવાબ: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

📚કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?
જવાબ: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

📚કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?
જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ

📚કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?
જવાબ: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

📚કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા?
જવાબ: દેસાઇની પોળ, ખાડિયા

📚કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
 જવાબ: નિશીથ

📚કવિ કલાપીનું પુરું નામ શું છે?
જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

📚કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?
જવાબ: કલાપીનો કેકારવ

📚કવિ કાન્તનું મૂળ નામ શું છે ?
જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ

📚કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?
જવાબ: ગરબી

📚કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?
જવાબ: ગરબી કાવ્ય

📚કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: દયાશંકર

📚કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણઃ શરણં મમ

📚કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: વઢવાણ

📚કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?  
જવાબ: ભૂમાનંદ સ્વામી

📚કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.
જવાબ: પ્રેમશોર્ય

📚કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?
જવાબ: કનૈયાલાલ મુનશી

📚કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
 જવાબ: વીર

📚કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો?
જવાબ: સુરત-૧૮૩૩

📚કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? 
જવાબ: ડાંડિયો

📚કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
જવાબ: રાજયરંગ

📚કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?
જવાબ: એેલ્ફિન્સ્ટન

📚કવિ નાકરનું વતન કયું હતું?
જવાબ: વડોદરા

📚કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ?
જવાબ: કાન્હડદે પ્રબંધ

📚કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.
જવાબ: ભણકારા

📚કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર

📚કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી?
જવાબ: રાવણવધ

📚કવિ ભાલણનું મૂળ નામ શું હતું?
જવાબ: પુરષોત્તમ ત્રિવેદી

📚કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા?
જવાબ: બાણભટ્ટ