🔸 પર્યાવરણના જૈવિક સંઘટકોને ત્રણ મુખ્ય વર્ગોમાં વિભાજીત કરી શકાય છે: (૧) વનસ્પતિ (૨) પ્રાણીઓ (૩) સુક્ષ્મ જીવો


(૧) વનસ્પતિ :-

🔸વનસ્પતિ જૈવિક ઘટકોમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે, વનસ્પતિ જ એવા જૈવિક પદાર્થોનુ નિર્માણ કરે છે. જેનો ઉપયોગ વનસ્પતિ પોતે જ તેમજ અન્ય પ્રાણીઓ પણ પોતાનું પોષણ મેળવે છે. માનવ સહિતના તમામ સજીવો પોતાના પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વનસ્પતિઓ પર જ નિર્ભર રહે છે.

🔸 વનસ્પતિ જ પર્યાવરણના વિભિન્ન સંઘટકોમાં જૈવિક પદાર્થો તેમજ પોષક તત્વોના વહનને સંભવ બનાવે છે.

🔸 લીલી વનસ્પતિ પોતાનો આહાર સ્વયં તૈયાર કરે છે તેથી તેમને સ્વપોષિત (Autographs) કહે છે. તેમજ પ્રાથમિક ઉત્પાદકો પણ કહે છે.

(૨) પ્રાણીઓ :-

🔸 મોટાભાગના જીવ પરપોષિત હોય છે.

🔸 પ્રાણીઓને તેમના ખોરાકના આધારે ત્રણ પ્રકારમાં વિભાજીત કરી શકાય છે.

🔸તૃણાહારી (Herbivores)  પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તા) :-

એવા જીવ કે જે પોતાના ખોરાક માટે મુખ્યત્વે વનસ્પતિ પર જ નિર્ભર હોય. જેમ કે, ગાય, સસલા,  હરણ, ઘુડખર, લાલ પાંડા વગેરે

🔸માંસાહારી (Carnivores)  પ્રાણીઓ :-

🔸માંસાહારી પ્રાણીઓને આહારના આધારે બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે.

🔸દ્વિતીય ઉપભોક્તા :-

આ પ્રાણીઓ પોતાના આહાર પોષણ માટે પ્રાથમિક ઉપભોક્તા  (તૃણાહારી) પ્રકારના પ્રાણિઓ પર નિર્ભર હોય છે. જે મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. જેમકે, વરુ, શિયાળ, હેણતરો (ગસ), ઝરખ, જંગલી કૂતરા વગેરે.

🔸તૃતિય ઉપભોક્તિ (ઉચ્ચ માંસાહારી) :-

એવા પ્રાણીઓ કે જે પોતાના આહાર પોષણ માટે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ બન્નેનો શિકાર કરી પોષણ મેળવે છે.
ઉદાહરણ તરીકે, સિંહ (જે હરણ અને શિયાળ બંન્નેનો શિકાર કરે છે) ઉપરાંત વાઘ, દીપડો, ચિત્તો વગેરે

🔸સર્વાહારી (Omnivore) પ્રાણીઓ :-
જે જીવો પોતાના પોષણ માટે વનસ્પતિ તેમજ અન્ય પ્રાણીઓ એમ બન્નેનો ઉપયોગ કરી શકવા સક્ષમ હોય તેવા જીવો સર્વાહારી ગણાય છે.
જેમ કે, માનવ, કુતરુ, બિલાડી,ઘરખોદિયુ, નોળિયો, સ્લોથ બીયર(રીંછ) વગેરે

(૩) સુક્ષ્મ જીવો (Micro Organism) :-

🔸 સુક્ષ્મજીવોને સામાન્ય રીતે વિઘટકો (Decomposer) પણ કહે છે. તેઓ પોતાના પોષણ માટે જૈવિક પદાર્થોનુ કોહવાણ કરે છે અને મૃતપ્રાયી જૈવિક ઘટકોનું વિઘટન થાય છે.

🔸આ કામગીરીથી જટિલ જૈવિક પદાર્થોનું વિઘટન થઈને અગત્યના તત્વો સરળ સ્વરૂપે પર્યાવરણમાં ભળે છે.

🔸બેકટેરિયા તેમજ ફૂગ આ પ્રકારના સૂક્ષ્મજીવો (વિઘટકો) છે.

🔸અપવાદ તરીકે કેટલાક સુક્ષ્મજીવો અને અન્ય જીવો પણ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે જેમ કે, સાઈનોબેકટેરિયા કલોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. તેમજ સમુદ્રી ગોકળગાય (ઇલિસિયા કલોરોટિકા) પણ શેવાળ પાસેથી ક્લોરોફિલ મેળવીને પોતાનો ખોરાક તૈયાર કરે છે.