➡ પર્યાવરણના અજૈવિક (ભૌતિક) ઘટકોમાં વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, ખનીજો, પર્વતો વગેરેનો સમાવેશ થાય છે.


પર્યાવરણના અજૈવિક (ભૌતિક) ઘટકોમાં મુખ્ય ત્રણ ઘટકોનો સમાવેશ કરી શકાય છે : (૧) વાતાવરણ (૨) જલાવરણ (૩) મૃદાવરણ

ત્રણે ઘટકોની ટૂંકમાં સમજૂતી :-

(૧) વાતાવરણ :-

➡પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને  'વાતાવરણ' કહે છે.

➡ વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો રહેલા હોય છે. જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકો, હિમકણો, જીવજંતુઓ, પાણી, જુદા-જુદા વાયુઓ અને ભેજ રહેલા હોય છે.

➡ વાતાવરણમાં સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઈડ છે.

🔸વાતાવરણની રચના વિશે :-

➡ સપાટીથી ઊંચે અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે ૪ આવરણો રચાય છે, જે નીચે મુજબ છે.

🔸ક્ષોભઆવરણ (Troposphere) :-

➡ પૃથ્વીની સપાટી પરનુ પ્રથમ આવરણ છે.

➡ સરેરાસ ૧૬ કિ.મી. ઊંચાઈ સુધી આવેલુ હોય છે.

➡ કુલ વાયુનો ૭૫% હિસ્સો આ સ્તરમાં રહેલો હોય છે.

➡ ક્ષોભાવરણની પૃથ્વીના વિવિધ સ્થળોએ ઊંચાઈ જુદી-જુદી હોય છે:
(૧) ઉષ્ણ કટિબંધીય પ્રદેશ પર ૧૬ કિ.મી.
(૨) સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ પર ૧૨ કિ.મી.
(૩) શીત કટિબંધીય પ્રદેશ પર ૮ કિ.મી.

🔸 સમતાપ આવરણ (Stratosphere) :-

➡ ક્ષોભાવરણ પછી ૫૦ કિ.મી.

➡ તાપમાન સ્થિર રહે છે.

➡ ઋતુઓ અનુભવાતી નથી, વાદળ, વંટોળ, હિમ અનુભવાતા નથી.

➡ જેટ વિમાનના ઉડ્ડયન માટે ઉપયોગી

➡ આ સ્તરની ઊંચાઈ પર જતા તાપમાન વધે છે. ૫૦ કિ.મી.ની સીમા પર તાપમાન વધતું અટકે છે તેને સમતાપસીમા (Stratopause) કહે છે.

➡ ઓઝોનનું આવરણ આ સ્તરમાં આવેલું હોય છે. (૧૬-૩૨ કિમીની વચ્ચે મહત્તમ) જે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.

🔸 મધ્યાવરણ (Mesosphere)  :-

➡ સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે ૫૦ થી ૮૦ કિમી.ની ઊંચાઈ સુધીના ભાગને મધ્યાવરણ કહે છે.

➡ ઊંચે જતા તાપમાન ઘટે છે. ૮૦ કિમી.ની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે છે જેને મધ્યાવરણ સીમા (Menopause) કહે છે.

➡ તાપમાન ૯૦ થી ૧૦૦ અંશ સેલ્શિયસ હોય છે.

🔸ઉષ્માવરણ (Thermosphere) :-

➡ મધ્યાવરણની ઉપરનું આવરણ ૮૦ કિમી.થી વાતાવરણના અંત સુધીનું આવરણ

➡ સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રહારના કારણે હવાનું આયનીકરણ થાય છે તેથી આ આવરણને 'આયનાવરણ' (Lonosphere) પણ કહે છે.

➡ ઉંચે જતા તાપમાન વધે છે.

➡ આયનીકરણને કારણે કેટલીક વાર ધ્રુવપ્રદેશમાં મેરુજ્યોત (Aurora) જોવા મળે છે.

➡ સંદેશાવ્યવહાર માટે ઉપયોગી આવરણ.

(૨) જલાવરણ :-

➡ જલાવરણમાં બધા જ પ્રકારના પાણીના સ્ત્રોતો જેવા કે નદીઓ, સમુદ્રો, તળાવ, ઝરણા, હિમનદીઓ તથા ભૂગર્ભીય જળનો સમાવેશ થાય છે.

➡ પૃથ્વીનું ૯૭% પાણી સમુદ્રોમાં રહેલું છે.

➡ ૨% પાણી ધ્રુવ પ્રદેશો પર બરફસ્વરૂપે રહેલું છે, ૦.૦૦૧% વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે.

➡ ફક્ત ૧% પાણી જ પૃથ્વી પર તાજા પાણી તરીકે નદી, તળાવ, ઝરણાં વગેરેમાં આવેલું છે. જેનો ઉપયોગ મનુષ્ય કરી શકે છે.

➡ વનસ્પતિમાં બીજાં દ્રવ્યોની સરખામણીમાં ૪૦% પાણી હોય છે.

(૩) મૃદાવરણ :-

➡ પૃથ્વીની ઘન સપાટીના સૌથી ઉપરના સ્તર કે ખનીજ તેમજ અકાર્બનિક પદાર્થોથી નિર્માણ પામ્યું હોય છે, તેને મૃદા કહે છે. તેનુ નિર્માણ સદીઓથી ચાલતી અપક્ષય તેમજ ધોવાણની પ્રક્રિયાઓ દ્વારા થતુ હોય છે.

➡મૃદાના વિવિધ પ્રકારોના કારણે તે ક્ષેત્રની કૃષિ, વનસ્પતિ, વનવિસ્તાર નક્કી થતો હોય છે. મૃદાનો પ્રકાર આર્થિક જીવન પર ઊંડી અસરો પાડે છે.