1. ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ?

ચેન્નાઇ

2. ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે ?

મેથાણમાં

3. ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ ક્યો છે ?

જાપાન

4. ભારતમાં ઉપયોગમાં લેવાતા પાણીના કેટલા ટકા પાણી સિંચાઇમાં વપરાય છે ?

84%

5. રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને છે ?

પાંચમાં

6. ભારતનું ક્યું રાજય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે ?

રાજસ્થાન 

​7. કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

પેરિયાર

8. પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રાહલય ક્યા શહેરમાં આવેલું છે ?

મુંબઇ
 
9. મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?

લિંગદોહ

10.  ભારતમાં ગરીબીનું સૌથી ઊંચુ પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?

બિહાર

11. ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?

ભારતનાં બંધારણનું આમુખ

12. કઇ સંસ્કૃતિના લોકોએ ભારતની સંસ્કૃતિના દેહપીંડ ઘડવામાં ફાળો આપ્યો છે ?

સિંધુખીણ સંસ્કૃતિએ સંસ્કૃતિ

13.પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો

દ્રવિડ

14.  ભારતનો વિદેશ વ્યાપાર ક્યા દેશો સાથે વધુ થાય છે ?

યૂ.એસ.એ.

15. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?

તમિલનાડુ

16. ભારતના બંધારણમાં સુધારો કરી ઇ.સ.1976માં ……. માં વનસંરક્ષણ માટે જોગવાઇ કરાઇ

રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો અને નાગરિકની મૂળભૂત ફરજો

17. બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?

સુલતાનગંજ

18. મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે ?

સારનાથનો સ્તંભ

20. સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?

કોસ્ટલ હાઇવે

21.ભારતમાં ઉદ્યોગોનો આયોજનપૂર્વકનો વિકાસ ક્યારે થયો ?

ઇ.સ. 1951

22. દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?

સૂર્યશક્તિ

23. ગુજરાતમં પેટ્રોકેમિકલ્સ સંકુલ અને રાસાયણિક ખાતરના કારખાન ક્યા શહેર નજીક વિકસ્યાંછે ?

વડોદરા