🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
?પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?
👉🏾જવાબ: વડોદરા
🔸પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
👉🏾જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
🔸પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી?
👉🏾જવાબ: સુદામાચરિત્ર
🔸પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?
👉🏾જવાબ: ઓખાહરણ
🔸પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
👉🏾જવાબ: સોની
🔸ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
👉🏾જવાબ: ઈ.સ.૧૫૩૭
🔸ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
👉🏾જવાબ: રાસલીલા
🔸ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
👉🏾જવાબ: દ્વારિકા
🔸ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
👉🏾જવાબ: રમેશ પારેખ
🔸ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
👉🏾જવાબ: શકિતનીSahit
🔹ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.
👉🏾જવાબ: ભદ્રંભદ્ર
🔹ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?
👉🏾જવાબ: નરસિંહ મહેતા
🔹ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?
👉🏾જવાબ: ૧૫મી સદી
🔹ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
👉🏾જવાબ: ઊંઝા
🔹ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
👉🏾જવાબ: સિદ્ધપુર
🔸ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?
👉🏾જવાબ: ભવૈયા
🔸ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?
👉🏾જવાબ: કાંચળિયા
🔸ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે?
👉🏾જવાબ: આપણો વારસો અને વૈભવ
🔸ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
👉🏾જવાબ: રમણલાલ વ. દેસાઈ
🔸ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ?
👉🏾જવાબ: નળાખ્યાન
0 Comments