📚ગુજરાતી કહેવતો 📚

                        ₊✧──────✧₊∘


✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 

✔️ હલકી વસ્તુથી કામ લીધું.


✍️મણ ભાતને સવામણ કૂસકી :

✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.


✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :

✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય.


✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :

✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.


✍️ સો મણ તેલે અંધારું :

✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.


✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :

✔️  કામમાં બિનપરવાઈ હોવી.


✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :

✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.


✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :

✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.


✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :

✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.


✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :

✔️  વગર પૈસે ડોળ કરવો.


✍️ શીરા માટે શ્રાવક ન થવાય :

✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.


✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :

✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.


✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :

✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.


✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :

✔️ ગરીબનું નસીબ ગરીબ.


✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :

✔️ ખોટા વાયદા કરવા.


✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :

✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.


✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :

✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.


✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :

✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.


✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :

✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ

 પણ લોકો એ ન માને.


✍️ સાજે લૂગડે થીગડું ન હોય :

✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.


✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :

✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.


✍️ સુથારનું મન બાવળિયે :

✔️ સ્વાર્થભરી નજર હોવી.


✍️ વાટકીનું શિરામણ :

✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.


✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :

✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.


✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :

✔️ ભૂખમરાની દશા આવવી.


✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :

✔️ વ્યર્થ મહેનત કરવી.


✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :

✔️ શરૂમાં વિઘ્ન નડવું.