1.મધમાખીનુ લેટિન/વૈજ્ઞાનિક નામ શું છે ?
એપિસ

2.મધના ઉપયોગ વિશેની માહિતી કયા વેદમાંથી મળે છે ?
ઋગ્વેદ

3.ભારતમા મઘમાખીની મુખ્યત્વે કેટલી જાતો જોવા મળે છે ?
ચાર (૧. એપિસ ડોર્સાટા ૨. એપિસ ઈન્ડિકા ૩. એપિસ ફ્લોરિયા ૪. એપિસ મિલિફેરા)

4.ભારતમા સૈથી મોટા કદની મધમાખી કઈ છે ?
એપિસ ડોર્સાટા

5.એપિસ ડોર્સાટા મધમાખીઓ એક દિવસમાં અંદાજે કેટલું મધ એકઠું કરી શકે છે ?
૨૦ થી ૩૦ કિ.ગ્રા.

6.કઈ મધમાખી ભારતીય મધમાઘી તરીકે ઓળખાય છે ?
એપિસ ઈન્ડિકા

7.ભારતમા સૌથી નાના કદની મધમાખી કઈ છે ?
એપિસ ફ્લોરિયા

8. ભારતમા કઇ મધમાખીના મધપૂડામા મધનુ પ્રમાણ સૌથી ઓછુ હોય છે ?
એપિસ ફ્લોરિયા

9. કઇ મધમાખીના મધનુ ઔષધિય મૂલ્ય ઘણુ વધારે હોય છે ?
એપિસ ફ્લોરિયા

10.ભારતમા કઈ મધમાખી યુરોપીયન મધમાખી તરીકે ઓળખાય છે ?
એપિસ મિલિફેરા

11.કઈ મધમાખીનો ઉપયોગ વ્યવસાયિક ધોરણે પાલતુ મધમાખી તરીકે થાય છે ?
એપિસ મિલિફેરા

12.મધપૂડામા રાણી મધમાખીનુ આયુષ્ય કેટલુ હોય છે ?
૩ થી ૪ વર્ષનુ

13.રાણી મધમાખી એક દિવસમાં કેટલા ઈંડા મૂકી શકે છે ?
૮૦૦ થી ૧૦૦

14.રાણી મધમાખી તેના જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડાં મૂકે છે ?
૧૫ લાખ

15.મધમાખીના અફલિત ઈંડા માંથી કઈ મધમાખી તૈયાર થાય છે ?
નર અથવા રાજા મધમાખી

16. મધમાખીના ફલિત ઈંડા માંથી કઈ મધમાખી તૈયાર થાય છે ?
રાણી મધમાખી અથવા કાર્યકર મઘમાખી (બે માંથી કોઇ પણ એક)

17. મધપૂડામા નર (રાજા)  મધમાખીનુ આયુષ્ય કેટલુ હોય છે ?
લગભગ ૬૦ દિવસ

18. કાર્યકારી મધમાખીમા પરાગ રજ અને ખોરાક એકઠો કરવા શેની રચના હોય છે ? 
પોલન બાસ્કેટ

19.મધમાખી દિશા કઇ રીતે નક્કી કરે છે ?
સૂર્યની દિશા અને કિરણો, આકાશમા વાદળી રંગ પ્રમાણે (પોલરાઈઝેસન), પૃથ્વીના ચુમ્બકીય વિકિરણો (મેગ્નેટિક ફિલ્ડ) પ્રમાણે

20.મધપૂડાની આડ પેદાશ કઈ છે ?
મીણ